Contact Us Fee Payment
શિક્ષણ ભારતી કોલેજ ઓફ એજ્યુકેશન (બીએડ્) ના પ્રાધ્યાપક રામસિંગભાઈ પી.એચડી થયા બદલ એમનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો.
Gujarat Sthapna Divash 01/05/2022
No Drugs & Drug free City awareness 23/06/2022
Chaitra Navratri 08/04/2022
Demo Lession 07/03/2022
વર્ષાગીત અને છત્રી શણગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું 23/07/2022
ગુરુ પૂર્ણિમા 13/07/2022
પ્રવેશ ઉત્સવ 11/07/2022
ભગવાન મહાવીર યુનિવર્સિટી સંલગ્ન શિક્ષણ ભારતી કૉલેજ ઑફ એજ્યુકેશનમાં રક્ષાબંધનની ઉજવણી નિમિત્તે રાખડી સ્પર્ધા,કાર્ડ મેકીંગ સ્પર્ધા,પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ
શિક્ષણ ભારતી કૉલેજ ઑફ એજ્યુકેશન વેસુ સુરતમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી, કાર્યક્રમની શુભ શરૂઆત આચાર્યશ્રી ડો.દિલીપ પટેલ સાહેબ અને સ્ટાફ મિત્રોના વરદ હસ્તે દિપ પ્રાગટય દ્વારા કરવામાં આવી હતી,ત્યારબાદ આરતી,કૃષ્ણ ભજન સ્પર્ધા,પારણું ઝૂલાવ,કૃષ્ણ ગીત દ્વારા તાલીમાર્થીઓના નૃત્ય, નાટક,મટકી શણગાર સ્પર્ધા,વાંસળી શણગાર સ્પર્ધા, રંગોળી,મટકી ફોડ, ગરબા વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતુ,જય કનૈયા લાલકી હાથી ધોડા પાલખીના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયુ હતું ,ભજન સ્પર્ધામાં જજ તરીકે પ્રા.કલ્પનાબેન પટેલ અને પ્રા.નીતાબેન મોહિતે સેવા આપી હતી, સમગ્ર કાર્યક્રમનું સંચાલન અધ્યાપિકા ડો.ભાવીનાબેન દેસાઈ અને જયશ્રીબેન પરમારે કર્યું હતું તેમાં આચાર્યશ્રી અને દરેક અધ્યાપકોઓનો સુંદર સહકાર મળ્યો હતો,ઉદઘોષક તરીકે બી.એડ. તાલીમાર્થીની બિનલબેને અને આભાર વિધિ માટે બી.એડ. તાલીમાર્થીનીએ સેવા આપી હતી.
Kavi Narmada Jayanti 24/08/2023
Partition Horrors Remembrance Day 14th August
International Day of the World's Indigenous Peoples
હર ઘર તિરંગા પદયાત્રા.... દેશભક્તિની જનયાત્રા.... વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીએ આરંભેલા "હર ઘર તિરંગા" રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત આજરોજ તા :-4-8-2022 સુરત ખાતેથી પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે તિરંગા પદયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી કારગિલ ચોક સુધીની આ યાત્રાના રૂટમાં વિવિધ સાંસ્કૃતિક ગ્રુપો એ રંગારંગ કૃતિઓ, પારંપરિક પોશાક સંગીત-નૃત્ય સાથે તિરંગા યાત્રાનું અભિવાદન કર્યું.. સુરતની ધન્ય ધરા પર પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલજી અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશજીની સહ ઉપસ્થિતિમાં આ ઐતિહાસિક ક્ષણમાં સહભાગી બનીને નવ ઉર્જાનો સંચાર થયો છે... અમારી બી.એડ તેમજ એમ .એડ (એજ્યુકેશન) કોલેજો પણ રાષ્ટ્ર ધ્વજ ગૌરવ યાત્રા માં જોડાઈ હતી એ ક્ષણો... #HarGharTiranga #azadikaamritmahotsav2022
Celebration of Teacher's Day 05/09/2022
Hindi Diwas 14/09/2022
Ozene Day 16/09/2022
Ganesh utsav 7/09/2022
Vayu :- The Vital Life Forge 8/09/2022
15 નવેમ્બર 2022 ના રોજ ભગવાન બિરસા મુંડા જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી.
31-10-2022 National Unity Day, Sardar Patel Jayanti
21-10-2022 Diwali Celebration
Vaysan Mukt Bharat Abiyan. 7-10-2022 .Gandhi Sapta
7-10-2022,District & Mahanagarpalika Level Live Quiz Event ,G3Q, GUJARAT GYANGURU QUIZ ,SBCE BMU. Surat.
3-10-2022 Navratri Festival celebration.
2nd Oct 2022.Gandhi jayanti celebration.
parents teacher meeting (PTM) 17/12/2022
22-12-2022 National Mathematics Day.
Christmas day celebration 24/12/2022
Demo lession 30/12/2022
31st December celebration
stray lesson 9/01/2023 to 12/01/2023
74th Republic day celebration
Breast Cancer Awareness Program 27/01/2023
National girl child day 24/01/2023
25-1-2023 National voters Day
ભગવાન મહાવીર યુનિવર્સિટી સંલગ્ન શિક્ષણ ભારતી કૉલેજ ઑફ એજ્યુકેશનમાં યોગ દ્વારા વ્યક્તિત્વ વિકાસ ટૉપિક ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય શાંતિકુંજ હરિદ્વારથી મુખ્ય વક્તા તરીકે વિશાલભાઈ સાહેબ,ટીનકુકુમાર અને જયદીપભાઇ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી વિશાલભાઈ સાહેબે યોગ દ્વારા વ્યક્તિત્વ વિકાસ અંતર્ગત સદ્રષ્ટાંત જીવન ઉપયોગી માહિતી પૂરી પાડી હતી, તેમના મેન્ટર તરીકે નિવૃત શિક્ષિકા હેમાંગીનીબેન દેસાઈ હાજર રહ્યા હતા, દરેક મહેમાનોનો પરિચય અધ્યપિકા નયનાબેન ચૌહાણે આપ્યો હતો મેહમાનોનું કુમ કુમ તિલક અને પુષ્પગુચ્છ વડે આચાર્યશ્રી અને અધ્યાપકો દ્વારા ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યુ હતુ,કોલેજના આચાર્યશ્રી ડો.દિલીપભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદબોધન રજૂ કરવામાં આવ્યું,આભાર વિધિ કોલેજના અધ્યાપિકા જયશ્રીબેન પરમાર દ્વારા કરવામાં આવી, સમગ્ર કાર્યક્રમનું આયોજન, સંચાલન તથા ઉદઘોષક તરીકે પ્રા.ડો.નયનાબેન ચૌહાણે પોતાની પવિત્ર ફરજ બજાવી હતી, આ સેમિનારમાં બી.એડ.- એમ.એડ.કોલેજના આચાર્યશ્રીઓ, અધ્યાપકો અને તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, સમગ્ર સેમિનાર ખૂબ જ અસરકારક રહ્યો હતો.
તારીખ 13-2 -2023 થી 18-2-23 દરમિયાન વિવિધ સ્કૂલોમાં એકમપાઠ નું આયોજન કરવામાં આવ્યું હતું
ભગવાન મહાવીર યુનિવર્સિટી સંલગ્ન શિક્ષણ ભારતી કૉલેજ ઑફ એજ્યુકેશન વેસુ સુરતમાં 21 મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
24-02-2023 as a part of youthfestival Spandan and G20 activities, today shikshan bharti College of Education BMU, has successfully organized "Rangoli " competition On the topic G-20 .theme.Here are Glimpse of the Event.. Event Cultural coordinator:- Dr.Bhavina Desai & Supotive coordinator Assistant professor Jayshree parmar. Principal Dr.Dilipbhai Patel. Artwork of the day! Glimpse of Celebrating color and positive vibes by holding an art competition. Organized by Shikshan Bharti College of Education.
Alumni meet - Milap 18/3/2023
Viva Seminar 01/04/2023 to 03/04/2023
Economic subject club price distribution in different Events 17/04/2023
Social science subject club ( incharge - Dr.Bhavina R.Deasi, Dr.Ramsing A.Gamit
Maths subject club (incharge:- Krupal H.Patel)
Gujarati subject Club ( Sahitya) (incharge:- Assistant professor:- Nitaben D. Mohite & Drashna D.Patel
Science subject Club (incharge Vaishali R.Patel)
English Subject Club (incharge:- Tinal G.Chaudhari & Nikita P.Patel
Accountancy subject Club (incharge:- Mr. Samir D. Patel)
Hindi subject Club (incharge:- Dr. Nayna B.Chauhan , Divyesh D.Patel
Bmu 2nd convocation 2023
ભગવાન મહાવીર યુનિવર્સિટી સંચાલિત શિક્ષણ ભારતી કોલેજ ઑફ એજ્યુકેશન (બી.એડ્) તેમજ ભગવાન મહાવીર કોલેજ ઑફ એજયુકેશ (એમ. એડ્ ) નો તારીખ 14/ 06/2023 ના રોજ પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો.
ગુજરાત સરકારશ્રી તરફથી મળેલ પરિપત્ર મુજબ તારીખ 17/06/2023ના રોજ ભગવાન મહાવીર યુનિવર્સિટીમાં સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા શિક્ષણ ભારતી કોલેજ ઓફ એજ્યુકેશન ( બી. ઍડ્ )ના ટીચીંગ સ્ટાફ , નોન ટીચીંગ સ્ટાફ તેમજ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.
ગુજરાત સરકાર શ્રી તરફથી મળેલ પરિપત્ર મુજબ આજ રોજ તારીખ 21/06/2023 ને બુધવારના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભગવાન મહાવીર યુનિવર્સિટી સંચાલિત શિક્ષણ ભારતી કોલેજ ઑફ એજ્યુકેશન ( બી.એડ્) ના સ્ટાફ તેમજ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.
ભગવાન મહાવીર યુનિવર્સિટી સંલગ્ન શિક્ષણ ભારતી કૉલેજ ઑફ એજ્યુકેશનમા તારીખ:- 26/06/2023 ના રોજ મહિલા જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ તેની એક ઝલક
તારીખ 27/06/2023ના રોજ ભગવાન મહાવીર યુનિવર્સિટી સંલગ્ન શિક્ષણ ભારતી કૉલેજ ઑફ એજ્યુકેશનમા બી.એડ.sem.1 ના તાલીમાર્થીઓમા સર્જનાત્મક શક્તિના વિકાસ માટે બર્થડે કાર્ડ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
ભગવાન મહાવીર યુનિવર્સિટી શિક્ષણ ભારતી કોલેજ ઓફ એજ્યુકેશન વેસુ,સુરત. ભગવાન મહાવીર યુનિવર્સિટી સંલગ્ન શિક્ષણ ભારતી કૉલેજ ઑફ એજ્યુકેશન વેસુ સુરતમાં તારીખ ૩૦/૦૬/૨૦૨૩ના રોજ અલુણા વ્રત નિમિત્તે મહેંદી સ્પર્ધા, કેશ ગુફન તેમજ હાર ગુફન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું તાલીમાર્થીઓએ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ પ્રકારની મહેંદી મૂકી હતી વિવિધ હેર સ્ટાઈલ કરી હતી તેમજ વિવિધ પ્રકારના હાર બનાવ્યા હતા. વિજેતા તાલીમાર્થીઓ મહેંદી સ્પર્ધા :- પ્રથમ ચૌધરી સોનમ. દ્વિતીય વસાવા અંજના. તૃતીય મૌર્ય વંદના. કેશગુફન સ્પર્ધા :- પ્રથમ ચૌધરી નિધિ એમ. દ્વિતીય ખુરાના જલ્પા કે. તૃતીય નાયક દર્શના આર. હાર ગુંફન સ્પર્ધા :- ગ્રુપ પ્રથમ :- ગામીત વિપુલ એમ, વસાવા પંકજ એસ, વસાવા વિશાલ એ વસાવા પ્રિતેશ એચ,વસાવા પ્રિયંકા, વસાવા મનીષા ગ્રુપ દ્વિતીય :- વળવી નીલીમા, વસાવા પ્રિયંકા, વસાવા મનીષા ગ્રુપ તૃતીય :- ચોરસિયા મહિમા,સિંઘ પિંકી,સિંઘ ઇશિકા, નાયકાવાલા હેરી,ચૌધરી વિશ્વા. નિર્ણાયક તરીકે ડૉ. ભાવિનાબેન દેસાઈ,પ્રાધ્યાપક દર્શનાબેન પટેલ, પ્રાધ્યાપક સમીરભાઈ પટેલ, પ્રાધ્યાપક દિવ્યેશભાઈ પટેલ, પ્રાધ્યાપક ટીનલબેન ચૌધરી તેમજ પ્રાધ્યાપક વૈશાલી બેન પટેલે ભૂમિકા ભજવી હતી. સમગ્ર સ્પર્ધાનું આયોજન આસિસ્ટન્ટ પ્રોફેસર કલ્પનાબેન પટેલ તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર નીતાબેન મોહિતેએ કર્યું હતું. કોલેજના આચાર્યશ્રી ડૉ. દિલીપભાઈ પટેલે સૌને અભિનંદન પાઠવ્યા હતા .
ભગવાન મહાવીર યુનિવર્સિટી સંલગ્ન શિક્ષણ ભારતી કૉલેજ ઑફ એજ્યુકેશન વેસુમા બી.એડ.sem.1 ના તાલીમાર્થીઓ માટે તારીખ 17 - 07 - 2023 ના રોજ માઈક્રો ટીચિંગ થીયેરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ,જેમાં બી.એડ.sem.1 ના તાલીમાર્થીઓના વરદ હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યુ હતું, ત્યાર બાદ કોલેજના આચાર્યશ્રી અને એજ્યુકેશન ફેકલ્ટીના ડીન ડો.દિલીપભાઈ પટેલ સાહેબે માઈક્રો ટીચિંગ થીયેરીની PPT અને વીડિયો દ્વારા અને સદ્રષ્ટાંત ખૂબ જ અસરકારક સમજ આપી હતી,કોલેજના અધ્યાપકો પ્રા.હેમંતભાઇ પટેલ સાહેબ,પ્રા.દિવ્યેશભાઈ પટેલ સાહેબ અને પ્રા.અનીતાબેન ગામીત દ્વારા પ્રોજેક્ટર ,PPT અને વીડિયોનું અસરકારક રીતે સંચાલન કરવામાં આવ્યુ ,સમગ્ર માઈક્રો ટીચિંગ થીયેરી કાર્યક્રમને તાલીમાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી વધાવી લીધો હતો,માઈક્રો ટીચિંગ થીયેરી કાર્યક્રમ બી.એડ.ના તાલીમાર્થીઓ માટે સ્કીલ ડેવલપમેન્ટ માટે તથા આદર્શ અમે કાર્યક્ષમ શિક્ષક બનવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, તેથી કોલેજના બી.એડ.sem.1 ના 200 તાલીમાર્થી મિત્રોએ ભાગ લીધો હતો.Pri.Dr.Dilip Patel
માઈક્રો ટીચિંગ સમજ :- dr. Bhavina R.Desai
ભગવાન મહાવીર યુનિવર્સિટી સંલગ્ન શિક્ષણ ભારતી કૉલેજ ઑફ એજ્યુકેશનમા બી.એડ.sem 1 ના તાલીમાર્થીઓ માટે વિષયાભીમુખ કૌશલ્યની પ્રા.નીતાબેન મોહિતે અને પ્રા.દર્શનાબેન પટેલ દ્વારા ખૂબ જ અસરકારક અને સદ્રષ્ટાંત માહિતી તથા પૂરી પાડી હતી, વર્ગ ખંડમાં શિક્ષકોએ પોતાના વિષયનો પ્રારંભ કેવી રીતે કરી શકાય તે અંગે ખૂબ જ વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી ત્યાર બાદ દરેક મેથડના અધ્યાપકોએ પણ પોતાના વિષયમાં વિષયનો પ્રારંભ કેવી રીતે કરી શકાય તે માટે કથન,નાટકો, ચિત્રો, અભિનય, સંવાદ, પ્રવૃતિઓ,ગીત, કાવ્ય, નમૂનાઓ દર્શાવી, પ્રયોગ દ્વારા શબ્દો દ્વારા, પ્રશ્નોત્તરી વગેરે દ્વારા કેવી રીતે વિષય પ્રારંભ થાય તેની ખૂબ જ અસરકારક માહિતી આપી હતી,તથા અધ્યાપકો દ્વારા સમાજના હિતમા રમૂઝી નાટક કરી સામાજિક સંદેશો પણ સમાજ સુધી પહોંચાડયો હતો, કોલેજના પ્રિન્સિપાલ ડો.દિલીપભાઈ પટેલ સાહેબે આ કૌશલ્યના વક્તા પ્રા.નીતાબેન મોહિતે અને પ્રા.દર્શના પટેલનો આભારની લાગણી વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા, તથા દરેક જે સ્ટાફ મિત્રો આ કૌશલ્યના સહભાગી બન્યા તેવા દરેક સ્ટાફ મિત્રોનો આભાર માની ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને સાચા અર્થમાં તાલીમાર્થીઓને તાલીમ આપી રહ્યા છીએ તેનો આનંદ પણ વ્યક્ત કર્યો હતો, બી.એડ.ના દરેક તાલીમાર્થીઓ પણ આજના વિષયાભીમુખ કૌશલ્ય વિશે શીખી ખૂબ આનંદ વ્યક્ત કર્યો હતો.પ્રિ.ડો.દિલીપભાઈ પટેલ
ભગવાન મહાવીર યુનિવર્સિટી સંલગ્ન શિક્ષણ ભારતી કૉલેજ ઑફ એજ્યુકેશનમાં બી.એડ.sem.1 ના તાલીમાર્થીઓને પ્રા.કૃપલમૅડમ અને પ્રા.વૈશાલી મૅડમે પ્રશ્નઊંડાણ કૌશલ્ય ઉપર ખૂબ જ અસરકારક માહિતી આપી, જરૂરી ઘટકો વગેરે PPT ની મદદથી સમજ આપી તથા જે અધ્યાપકોએ ખૂબ જ સહકાર આપ્યો તે બદલ કોલેજના આચાર્યશ્રી ડૉ દિલીપ પટેલ સાહેબે અભિનંદન પાઠવ્યા છે, દરેક તાલીમાર્થીઓએ પણ મોટી સંખ્યામાં હાજર રહી પ્રશ્નઊંડાણ અંગે ખૂબ જ અસરકારક માહિતી અને અનુભવો મેળવવા બદલ મારા વ્હાલા તાલીમાર્થી મિત્રો પ્રત્યે પણ આભારની લાગણી વ્યક્ત કરુ છું.પ્રિ.ડો.દિલીપ પટેલ
ભગવાન મહાવીર યુનિવર્સિટી સંલગ્ન શિક્ષણ ભારતી કૉલેજ ઑફ એજ્યુકેશનમાં માઈક્રો ટીચિંગ સ્કીલ અંતર્ગત આજ રોજ તારીખ 21 - 07 - 2023 ના રોજ પ્રતિપૃષ્ટિ કૌશલ્ય ઉપર સેમિનાર યોજાયો, જેમાં કૉલેજના અધ્યાપિકા ડો.નયનાબેન ચૌહાણ અને અધ્યાપક દિવ્યેશભાઈ પટેલ સાહેબે ખૂબ જ અસરકારક માહિતી અને સુદ્રઢકોની PPT અને ઉદાહરણ સહિત સમજૂતિ પૂરી પાડી હતી,વર્ગમાં બાળકોને શૈક્ષણિક કાર્યમાં રસ લેતા કરવા માટે બાળકોને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકાય તે અંગે સમજ અને અનુભવો પૂરા પાડયા હતા તે બદલ આ અધ્યાપક મિત્રોને આચાર્યશ્રી ડૉ દિલીપભાઈ પટેલ સાહેબે અભિનંદન પૂરા પાડયા હતા,બી.એડ.sem.1 ના દરેક તાલીમાર્થીઓએ ઉત્સાહ પૂર્વક સેમિનારમાં ભાગ લીધો હતો, ત્યારબાદ દરેક અધ્યાપકોએ પોતાની મેથડમા ડેમો લેશન આપી તાલીમાર્થીઓને સચોટ અનુભવો પૂરા પાડયા હતા, આ દરેક અધ્યાપક મિત્રોને પણ કોલેજના પ્રિન્સિપાલ ડૉ દિલીપ પટેલ સાહેબે અભિનંદન પાઠવી આભારની લાગણી વ્યક્ત કરી હતી.pri.Dr.Dilip Patel
શિક્ષણ ભારતી કૉલેજ ઑફ એજ્યુકેશનમા માઈક્રો ટીચિંગ અંતર્ગત ઉદાહરણ કૌશલ્ય અંગે કોલેજના અધ્યાપકો કલ્પનાબેન પટેલ ,નિકિતાબેન પટેલ અને અનિતાબેન ગામીતે ખૂબ જ રસદાયક અને વિસ્તૃત માહીતી PPT અને વિવિધ ઉદાહરણો દ્વારા પૂરી પાડી હતી, કોલેજના અન્ય અધ્યાપક મિત્રોએ પણ પોતાની મેથડ અનુસાર વિવિધ ઉદાહરણો અને નમૂના દ્વારા માહિતી આપી હતી, ત્યારબાદ કોલેજના અધ્યાપકો દ્વારા દહેજ પ્રથા એક દૂષણ છે તેના નાબૂદ અંગે સમાજમાં લોકોને જાગૃત કરવા એક મેસેજ મળે તે માટે એક નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર સેમિનાર માટે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. દિલીપભાઈ પટેલ સાહેબે દરેક સ્ટાફ મિત્રોને અભિનંદન સાથે આભારની લાગણી વ્યક્ત કરી હતી.પ્રિ.ડો.દિલીપ પટેલ
શિક્ષણ ભારતી કૉલેજ ઑફ એજ્યુકેશનમાં તારીખ 24 - 07 - 2023 ના રોજ માઈક્રો ટીચિંગ અંતર્ગત ઉત્તેજના પરિવર્તન (Stimulus Variation) કૌશલ્ય અંગે કોલેજના અધ્યાપકો હેમંતભાઇ પટેલ અને જયશ્રીબેન પરમારે જરૂરી માહિતી અને ઘટકો અંગે PPT ની મદદથી ખૂબ જ અસરકારક સમજ અને અનુભવો પૂરા પાડયા હતા.કોલેજના પ્રિન્સિપાલ ડૉ દિલીપભાઈ પટેલ સાહેબે આ દરેક અધ્યાપક મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.
શિક્ષણ ભારતી કૉલેજ ઑફ એજ્યુકેશનમા માઈક્રો ટીચિંગ અંતર્ગત કા.પા કૌશલ્ય ઉપર કોલેજના અધ્યાપકશ્રી ડૉ.રામસીંગ ગામીત સાહેબ ખૂબ જ અસરકારક માહિતી આપી હતી, આદર્શ શિક્ષક બનવા માટે વર્ગમાં બાળકોની સમસ્યા કેવી રીતે ઓળખી તેમને સાચા માર્ગે આગળ વધારી શકાય તે અંગે વિસ્તૃત માહિતી PPT ના માધ્યમથી આપી હતી, કોલેજના આચાર્યશ્રી ડૉ દિલીપ પટેલ સાહેબે ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા, સ્ટાફ મિત્રો ડો.ભાવીનાબેન દેસાઈ અને પ્રા.કલ્પનાબેન પટેલે પણ અભિનંદન પાઠવ્યા હતા.
શિક્ષણ ભારતી કૉલેજ ઓફ એજ્યુકેશનમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ભગવાન મહાવીર યુનિવર્સિટી સંચાલિત શિક્ષણ ભારતી કૉલેજ ઑફ એજયુકેશનમાં તારીખ ૯-૮-૨૦૨૩ નાં રોજ વિશ્વ આદિવાસી દિવસની ઊજવણી કરવામાં આવી હતી, જેમાં કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી, દીપપ્રાગટ્ય પણ આદિવાસી તાલીમાર્થીઓનાં વરદ હસ્તે કરવામાં આવ્યું. તાલીમાર્થીઓ દ્વારા વક્તવ્ય ,આદિવાસી ગીત, સમુહગીત, લગ્નગીતો, આદીવાસી નૃત્ય જેવાં કાર્યક્રમો ખૂબજ ઉત્સાહપૂર્વક રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આદિવાસીની પરંપરા, સંસ્કૃતિ, બિરસા મુંડા, ડૉ.બાબા સાહેબ આંબેડકર અંગેની માહિતી ડૉ. રામસિંગભાઈ ગામીત, પ્રા.નીતાબેન મોહિતે આપી હતી, પ્રા. અનિતાબેન ગામીતે આદિવાસીને ઉજાગર કરતુ ગીત રજુ કર્યું હતું. તથા આ કાર્યક્રમ નિમિત્તે કૉલેજનાં આચાર્યશ્રી ડૉ. દિલીપભાઈ પટેલ સાહેબે પ્રાસંગિક ઉદબોધન અને આશીર્વચનો પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ. ભાવીનાબેન દેસાઈ, પ્રા. જયશ્રીબેન પરમાર અને પ્રા.અનિતાબેન ગામીતે કર્યું. આભારવિધિ ડૉ. નયનાબેન ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનાં ઉદઘોષક તરીકે તાલીમાર્થી વસાવા દર્શનાબેન અને વસાવા અંકિતભાઈ એ ભૂમિકા ભજવી હતી.
Desh Bhakti Geet, Poster Making, Mataki Decoration Competition